અમારા સાક્ષરતા અભિયાન અંતર્ગત આજે રોટરી ક્લબ ઓફ સુરત મેટ્રો તરફથી કતારગામના આંબા તલાવડી વસાહત ખાતે ‘શિક્ષા સારથી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ પહેલનો હેતુ ભૂલકાઓમાં શિક્ષણ પ્રત્યે રસ જાગે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી સહકાર પ્રાપ્ત થાય તે હતો. કાર્યક્રમ દરમિયાન બાળકોને નોટબુક્સનું વિતરણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા, જેમાં સમાવિષ્ટ હતા:
પ્રેસિડેન્ટ શ્રી રવિભાઈ સવાણી
સેક્રેટરી શ્રી ગૌતમભાઈ શેલડીયા
પ્રોજેક્ટ ચેર શ્રી દિનેશભાઈ માલવિયા
પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી ઘનશ્યામભાઈ ખૂંટ
શ્રી નરેશભાઈ ચલોડિયા
તે ઉપરાંત સખી જિજ્ઞાશાબેન ઠક્કર, મિહિર્ભાઈ ઠક્કર, સખી જ્યોતિબેન, તેમજ સાક્ષરતા અભિયાનની સહયોગી શ્રી હીનાબેન ચપટવાલા પણ હાજર રહ્યા.
આ સમગ્ર કાર્યક્રમમાં સહભાગી બનીને મૂલ્યવાન સહયોગ આપવા માટે રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટના શ્રી વિપુલભાઈ કાકડીયાનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
રોટરી ક્લબ ઓફ સુરત મેટ્રો તરફથી સાક્ષરતા અભિયાન અંતર્ગત ભૂલકાઓને વિવિધ તહેવારો અને પ્રવૃત્તિઓ દ્વારા સતત સહકાર આપવામાં આવે છે. સહયોગ બદલ સમગ્ર ટીમનો દિલથી આભાર.
