આમ આદમી પાર્ટી (AAP) નેતા ગીતા લિંબાસિયાએ આજે સુરત મહાનગરપાલિકાના 155–ઓલપાડ વિધાનસભા અંતર્ગત આવતા વોર્ડ નં. 2 ના મોટાવરાછા વિસ્તારમાં સ્થિત ગોપીનાથ હાઇટ્સ ખાતે મોહલ્લા સભાનું આયોજન કર્યું.
સભા દરમિયાન લિંબાસિયાએ બુથ લેવલ ઓફિસર (BLO) ને સ્થળ પર બોલાવી ઓલપાડ વિધાનસભાની મતદાર યાદી માટે ચાલી રહેલી સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું. તેમણે મતદાર યાદી સુધારણા ફોર્મ ભરતી વખતે નાગરિકોને પડતા સામાન્ય પ્રશ્નો અંગે પણ સંપૂર્ણ સમજ આપી અને જરૂરી મદદ સુનિશ્ચિત કરી.
