ભૂતપૂર્વ કેન્દ્રિય પ્રધાન અને BJP નેતા દર્શના જાર્દોશે દિવ્યાંગોની સંસ્થા તૃપ્તિબેન દેસાઈ દ્વારા સંચાલિત “સ્પંદન” ની મુલાકાત લીધી હતી અને દિવ્યાંગ બાળકોની વિવિધ પ્રવૃત્તિઓ નિહાળી હતી.
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના સહયોગથી એન. જે. ઝવેરી સ્કૂલમાં દિવ્યાંગ બાળકો વિવિધ હસ્તકાલા અને પ્રોડક્ટ્સ બનાવી રહ્યા છે, જેના કારણે તેઓ આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
દર્શના જાર્દોશે સંસ્થાના પ્રયાસોની પ્રશંસા કરી અને દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બનાવવા માટે સમાવેશી શિક્ષણ અને કુશળતા વિકાસ અત્યંત જરૂરી હોવાનું જણાવ્યું.
