વોર્ડ નં. 5માં ગણતંત્ર દિવસની ઉજવણી, કોર્પોરેટર નિરાલી પટેલે નગર પ્રાથમિક શાળા નં. 174 ખાતે ફરકાવ્યો રાષ્ટ્રીય ધ્વજ

વોર્ડ નં. 5માં ગણતંત્ર દિવસની ઉજવણી, કોર્પોરેટર નિરાલી પટેલે નગર પ્રાથમિક શાળા નં. 174 ખાતે ફરકાવ્યો રાષ્ટ્રીય ધ્વજ

na

વોર્ડ નં. 5 અંતર્ગત અશ્વની કુમાર ફૂલપાડા વિસ્તારમાં આજે 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે નગર પ્રાથમિક શાળા નંબર 174 ખાતે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવાનો ગૌરવસભર અવસર કોર્પોરેટર નિરાલી પટેલને પ્રાપ્ત થયો હતો.

ધ્વજારોહણ બાદ દેશભક્તિથી ભરપૂર વાતાવરણ વચ્ચે કોર્પોરેટર નિરાલી પટેલે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક શબ્દોમાં સંબોધ્યા હતા. તેમણે બાળકોને દેશપ્રેમ, શિસ્ત અને શિક્ષણના મહત્વ વિશે સમજાવતાં તેમને આગળ વધવા માટે ઉત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે શાળા સ્ટાફ, શિક્ષકો તથા સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી. ગણતંત્ર દિવસની ઉજવણી દ્વારા બાળકોમાં રાષ્ટ્રીય ચેતના અને ગૌરવની ભાવના વધુ મજબૂત બની હતી.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart