ભારતના ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલા Systematic Voters’ Information Revision (SIR) અભિયાન હેઠળ વોર્ડ નંબર 5ના કોર્પોરેટર નિરાલી પટેલે સક્રિય ભાગ લીધો હતો. તેમણે સુરતના 161–વરાછા વિધાનસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ ફૂલપાડા/અશ્વિનીકુમાર વિસ્તારનાં તેઓને ફાળવાયેલા વિવિધ કેન્દ્રોની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન નિરાલી પટેલે સ્થાનિક બુથ અગ્રણીઓ અને BLO સાથે મળીને નાગરિકોને મતદાર યાદી સુધારણા ફોર્મ ભરવામાં મદદરૂપ થવાનું કાર્ય કર્યું હતું.
નાગરિકોને અપીલ કરતાં પટેલે જણાવ્યું કે, SIR અભિયાન દરમિયાન BLO ને આપનો સહયોગ મહત્વનો છે, જેથી મતદાર યાદી “વધુ સચોટ અને પારદર્શક” બની શકે.
