વોર્ડ 6ના કોર્પોરેટર દક્ષેશ માવાણી દ્વારા યુવા હોકી ખેલાડીઓનું ઉત્સાહવર્ધન

વોર્ડ 6ના કોર્પોરેટર દક્ષેશ માવાણી દ્વારા યુવા હોકી ખેલાડીઓનું ઉત્સાહવર્ધન

na

વોર્ડ નંબર 6ના કોર્પોરેટર દક્ષેશ માવાણી આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત ‘3rd Hockey India Sub Junior Men and Junior Men Academy Championship 2025 (Zone-A & B)’ના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે યુવા હોકી ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું.

કોર્પોરેટર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે રમતગમત ક્ષેત્રે સુરત અને ગુજરાતના યુવાનો આગળ વધે અને રાષ્ટ્રીય સ્તરે પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરી શકે તે માટે આવા આયોજન અત્યંત મહત્વપૂર્ણ છે. હોકીના મેદાનમાં ખેલાડીઓનો આત્મવિશ્વાસ, શિસ્ત અને રમત પ્રત્યેનું ઝનૂન ખરેખર પ્રશંસનીય હતું.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આવા સ્પર્ધાત્મક ટૂર્નામેન્ટ્સ યુવાનોમાં રમતગમત પ્રત્યે રસ વધારવા સાથે ભવિષ્યના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ઘડવામાં મદદરૂપ સાબિત થાય છે.

આ ઉદ્ઘાટન સમારોહમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી કિશોરસિંહ ચાવડાજી, તેમજ અન્ય મહાનુભાવો, રમતગમત અધિકારીઓ અને શિક્ષણજગતના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart