વોર્ડ નં. 5 માં 2026 સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને બેઠક યોજાઈ, નિરાલી પટેલની આગેવાની

વોર્ડ નં. 5 માં 2026 સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને બેઠક યોજાઈ, નિરાલી પટેલની આગેવાની

na

 આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને વોર્ડ નં. 5માં ચૂંટણીલક્ષી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકનું નેતૃત્વ કોર્પોરેટર નિરાલી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યકરો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

બેઠક દરમિયાન ભાજપના આગેવાન અને વક્તા ધર્મેશ ભલાળાએ આવનારા કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કાર્યકરોને સંબોધતા કહ્યું કે, ચૂંટણી જીતવા માટે તળિયાના સ્તરે કામ કરવું, લોકો સાથે જોડાયેલા રહેવું અને સરકારની યોજનાઓ લોકોને પહોંચાડવી ખૂબ જ જરૂરી છે.

તેમણે આગાહી કરી કે, યોગ્ય આયોજન અને સંગઠનના બળથી વોર્ડ નં. 5 માં ભાજપ મજબૂત પ્રદર્શન કરશે. બેઠકમાં બૂથ મેનેજમેન્ટ મજબૂત બનાવવું અને મતદારો સાથે સીધો સંપર્ક વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart