વોર્ડ નં. 7ના કોર્પોરેટર નરેન્દ્ર પંડાવને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કારોબારી સભ્ય તરીકે નિમણૂક મળતા રાજકીય વર્તુળોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવતાં પૂર્વ સાંસદ શ્રી દર્શનાબેન જરદોશ, પૂર્વ શહેર મહામંત્રી શ્રી દમજીભાઈ માવાણી, પૂર્વ મેયર તથા પૂર્વ શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, પૂર્વ મેયર શ્રી જગદીશભાઈ પટેલ, પૂર્વ મેયર શ્રી હેમાલીબેન તેમજ પૂર્વ યુવા મોરચા પ્રમુખ શ્રી કરશનભાઈ ગોંડલિયા દ્વારા નરેન્દ્ર પંડાવને દિલથી અભિનંદન પાઠવવામાં આવ્યા.
શુભેચ્છા આપતા નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે નરેન્દ્ર પંડાવ તેમની સંગઠન ક્ષમતા, કાર્યકુશળતા અને સમર્પણના બળે પાર્ટીને વધુ મજબૂત બનાવશે અને પ્રદેશ સ્તરે ભાજપના સંગઠન કાર્યમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
