સુરત-નવસારી રોડ પર ટ્રાફિકનું ભારણ ઘટશે, ભીમરાડ-ભેસ્તાન-કરાડવા વિસ્તારમાં કનેક્ટિવિટી સુધરશે
સુરત મહાનગરપાલિકા દ્વારા ભીમરાડથી સિદ્ધાર્થનગર થઈ ડીંડોલી જતા માર્ગ પર નવિન ફ્લોરિંગ ફ્લાયઓવર જંકશન પાસે રૂ. ૩૪ કરોડના ખર્ચે નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજનું કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સુરત-નવસારી રોડને ક્રોસ કરતા આ ફ્લાયઓવર બ્રિજની લંબાઈ ૫૦૨ મીટર અને પહોળાઈ ૨૨.૫ મીટર છે. આ બ્રિજ ૪૫ મીટર પહોળા સી.સી. રોડ મારફતે ભીમરાડ વિસ્તારને જોડે છે, જ્યારે બ્રિજનો બીજો છેડો ભેસ્તાન અને કરાડવા વિસ્તારને જોડાતા સિદ્ધાર્થનગર ખાતે નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજના કાર્ય સાથે સંકળાયેલો છે.
ફ્લાયઓવર બ્રિજના નિર્માણથી હાલ બ્રિજની આસપાસ આવેલા ભગવતીનગર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર તેમજ ઉધના મેઈન રોડ પરથી પસાર થતા વાહનોના ટ્રાફિકમાંથી મોટી રાહત મળશે.
આગામી સમયમાં સિદ્ધાર્થનગર રેલ્વે ઓવરબ્રિજનું કાર્ય પૂર્ણ થતાં, આ ફ્લાયઓવર મારફતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૪૮ અને ૫૩ તેમજ સુરત એરપોર્ટ તરફ નવી સમાંતર કનેક્ટિવિટી ઉપલબ્ધ બનશે. જેના કારણે ભીમરાડ, ભેસ્તાન અને કરાડવા વિસ્તારના ઔદ્યોગિક અને શહેરી વિકાસને વધુ વેગ મળશે.
આ લોકાર્પણ પ્રસંગે મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્યશ્રી મનુભાઈ પટેલ, સુરત મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો
