આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા આજે વિસાવદર તાલુકાના નવાણિયા ગામે પહોંચ્યા, જ્યાં તેમણે ગ્રામજનોને મળીને તેમની સમસ્યાઓ વિશે પૂછપરછ કરી અને ખેડૂતો સાથે વિવિધ કૃષિ મુદ્દાઓ પર ચર્ચા કરી.
ગામની મુલાકાત દરમિયાન ઈટાલિયાએ વાડીએ ખેડૂતો સાથે સમય વિતાવ્યો અને રીંગણ ભડથું અને રોટલાનો પારંપરિક ભોજન પણ કર્યો. ખેડૂતોની હાલતી પરિસ્થિતિ, પડકારો તથા વિકાસની જરૂરિયાતો અંગે તેમણે વિગતવાર ચર્ચા કરી.
