વોર્ડ નં. 23ના કોર્પોરેટર પરેશ પટેલે જણાવ્યું હતું કે વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના સોમનાથની પાવન ધરા પર આગમન સમયે જનતાએ ભવ્ય અને ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. સોમનાથ ખાતે લોકો દ્વારા દર્શાવવામાં આવેલ ઉત્સાહ અને સન્માન વડાપ્રધાન પ્રત્યેના અખૂટ વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.
આ પ્રસંગે સોમનાથ જેવી ધાર્મિક અને સાંસ્કૃતિક ધરા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ગાઢ જોડાણની પણ ઝલક જોવા મળી.
