વોર્ડ નં. 6ની કોર્પોરેટર સોનલ દેસાઈએ ભાવનગર ખાતે આયોજિત ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં સુરત શહેરની બન્ને ટીમો—સુરત મેયર ઇલેવન અને કમિશનર ઇલેવન—ને શાનદાર વિજય મેળવવા બદલ બંને ટીમોના કેપ્ટન અને ખેલાડીઓને હાર્દિક અભિનંદન તથા શુભકામનાઓ પાઠવી હતી.
તેમણે જણાવ્યું હતું કે સુરત ક્રિકેટ જગત તેમજ તમામ ક્રિકેટપ્રેમીઓ માટે આ ગૌરવની વાત છે. આ પ્રસંગે સુરત શહેરના લોકલાડીલા અને અનેક એવોર્ડથી સન્માનિત માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ, શાસક પક્ષના નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી, દંડક શ્રી ધર્મેશભાઈ વાણીયાવાલા, સાંસ્કૃતિક ચેરમેન તરીકે સોનલ દેસાઈ તથા ઉપપ્રમુખ ઋતાબેન ખેની ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
