આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની આગેવાની હેઠળ કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ ૨૦૨૬–૨૭ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં દેશભરના કિસાનોને લાભ મળે તેવી અનેક યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજનાઓ અંગે કિસાનોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી સુરત મહાનગર ભાજપ કિસાન મોરચા દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારનું આયોજન ધારાસભ્ય–૧૬૮ ચોર્યાસી વિધાનસભા તથા APMC સુરતના ચેરમેન શ્રી સંદીપ દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સેમિનારમાં કિસાનોને બજેટમાં જાહેર કરાયેલ વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે મળી શકે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે સુરત મહાનગરપાલિકાના પૂર્વ મેયર ડૉ. જગદીશભાઈ પટેલ, સુરત મહાનગર ભાજપ કિસાન મોરચાના પ્રમુખ શ્રી સતીષભાઈ પટેલ, SGCCIના ખજાનચી CA શ્રી મિતેશભાઈ મોદી, APMC સુરતના ઉપાધ્યક્ષ શ્રી હર્ષદભાઈ પટેલ, તેમજ કિસાન મોરચાના હોદ્દેદારશ્રીઓ અને નિયામકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વક્તાઓએ કિસાન હિતલક્ષી બજેટની જોગવાઈઓ પર પ્રકાશ પાડ્યો અને આ યોજનાઓનો યોગ્ય અમલ થવાથી કિસાન સમુદાયને મહત્તમ લાભ મળશે તેમ જણાવ્યું હતું.
