વોર્ડ નં. 17ના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ કલાકુંજ બ્રિજના રેમ્પની ડિઝાઇનમાં ખામી બાબતે ચિંતા વ્યક્ત કરી

વોર્ડ નં. 17ના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ કલાકુંજ બ્રિજના રેમ્પની ડિઝાઇનમાં ખામી બાબતે ચિંતા વ્યક્ત કરી

na

વોર્ડ નં. 17ના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ કલાકુંજ બ્રિજ સાથે જોડાયેલા રેમ્પની ડિઝાઇન બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને સમયસર સુધારા ન થાય તો વિસ્તારમાં મોટી ટ્રાફિક સમસ્યા સર્જાઈ શકે તેવી ચેતવણી આપી છે.

વિપુલ સુહાગિયાએ જણાવ્યું કે, બ્રિજ આગળ ખાડી ક્રોસ કરીને સાકેતધામ સોસાયટી પાસે કિરણચોક બાજુ ઉતરતો રેમ્પ ખૂબ જ નીચી હાઈટનો બનાવવામાં આવ્યો છે. જેના કારણે મહાવીર ચોકથી લક્ષ્મણ નગર તરફ ખાડીને સમાંતર જતા રોડની કનેક્ટિવિટી સાકેતધામ પાસે તૂટી જવાની શક્યતા છે, અને પરિણામે ત્યાં ભારે ટ્રાફિક અવ્યવસ્થા સર્જાઈ શકે છે.

તેમણે જણાવ્યું કે બે દિવસ પહેલા આ બાબત રજૂ કર્યા બાદ હવે બ્રિજ સેલના અધિકારીઓને જાણ કરી સ્થળ પર વિઝિટ કરાવી ભવિષ્યમાં થનારી સમસ્યાઓ અંગે અવગત કરવામાં આવ્યા છે. સાથે જ, જો હજી શક્ય હોય તો બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરવા સૂચન કરવામાં આવ્યું છે, જેથી કરીને કલાકુંજ બ્રિજમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય.

આ પ્રસંગે વિપુલ સુહાગિયાએ જણાવ્યું, “કામ કરીશું અવિરત વોર્ડ બનાવીશું ખુબસુરત”, જે તેમના વિકાસલક્ષી અને જવાબદાર અભિગમને દર્શાવે છે.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart