વોર્ડ નં. 17 ના કોર્પોરેટર એડવોકેટ સ્વાતી ક્યાડાની ઝડપી કાર્યવાહીથી સુરતીનગર સોસાયટીમાં નવી ડ્રેનેજ લાઇનને મંજૂરી

વોર્ડ નં. 17 ના કોર્પોરેટર એડવોકેટ સ્વાતી ક્યાડાની ઝડપી કાર્યવાહીથી સુરતીનગર સોસાયટીમાં નવી ડ્રેનેજ લાઇનને મંજૂરી

na

“જનહિત, સુવિધા અને વિકાસ – ટીમ કામરેજ સદાય પ્રતિબદ્ધ” ના સૂત્ર સાથે વોર્ડ નં. 17 ના કોર્પોરેટર એડવોકેટ સ્વાતી ક્યાડા દ્વારા કામરેજ વિધાનસભા (૧૫૮) હેઠળ આવતા પુણા વિસ્તારમાં આવેલી સુરતીનગર સોસાયટી વિભાગ–૧ અને ૨ માં લાંબા સમયથી અટકેલી નવી ડ્રેનેજ લાઇનની સમસ્યા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા.

સોસાયટીની આંતરિક અડચણોના કારણે ડ્રેનેજ લાઇનનું કામ મોડું પડી રહ્યું હતું, જેના કારણે સ્થાનિક રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. આ મુદ્દે વોર્ડ 17 ની ટીમ, ડ્રેનેજ સમિતિના ચેરમેન શ્રી કેયુરભાઈ ચપટવાલા અને ડ્રેનેજ વિભાગના અધિકારીઓએ સ્થળ પર જઈ પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું અને તાત્કાલિક નવી ડ્રેનેજ લાઇનને મંજૂરી આપી યોગ્ય કામગીરી શરૂ કરાવી.

આ પ્રસંગે જણાવાયું કે સ્થાનિક નાગરિકોની રોજિંદી સમસ્યાઓનો સમયસર અને અસરકારક ઉકેલ લાવવા માટે ભાજપ સંગઠન અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સતત કાર્યરત છે.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart