પાસોદરા વિસ્તારની જનતાને ઉત્તમ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુસર વોર્ડ નં. 3ના કોર્પોરેટર મહેશ અનઘણ દ્વારા નવા અને આધુનિક હેલ્થ સેન્ટરનું ભૂમિપુજન કરવામાં આવ્યું. આ હેલ્થ સેન્ટર બન્યા બાદ સ્થાનિક નાગરિકોને આરોગ્ય સેવાઓમાં મોટો લાભ મળશે.
હિન્દુ સંસ્કૃતિ મુજબ વિધિવત રીતે ભૂમિપુજન કરીને હેલ્થ સેન્ટરના નિર્માણ કાર્યની શરૂઆત કરવામાં આવી. પ્રસ્તાવિત હેલ્થ સેન્ટર પાસોદરા વિસ્તાર માટે આરોગ્ય માળખું મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
આ પ્રસંગે આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી રામભાઈ ધડુક, પ્રદેશ યુવા મંત્રી સુખદેવ ગજેરા, સંનિષ્ઠ કાર્યકર્તાઓ, આસપાસની વિવિધ સોસાયટીઓના પ્રમુખશ્રીઓ તથા વિસ્તારની મોટી સંખ્યામાં જનતા હાજર રહી હતી. જનતાની સક્રિય હાજરીએ કાર્યક્રમને વિશેષ ઉત્સાહભર્યો બનાવ્યો.
કાર્યક્રમ દરમિયાન નેતાઓએ લોકહિતમાં આરોગ્ય સુવિધાઓના વિકાસ પર ભાર મૂક્યો અને વિકાસલક્ષી કાર્ય માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
